▪આધ્યાત્મિક પ્રવૃત્તિઓ |
| - |
દૈનિક પ્રાતઃ ગાયત્રી યજ્ઞ પ્રજ્ઞાપીઠ સ્થળ પર. |
| - |
જ્ન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારોનું સિંચન તથા ઉજવણી. |
| - |
જ્ઞાનઘટ મારફત યુગશક્તિ ગાયત્રીના ૭૦૦૦ સદસ્યો, ગોંડલ તાલુકામાં અને ર્મઘટ દ્વારા ગોંડલમાં ૧૦૦ સદસ્યો - જરૂરીયાતવાળા કુટુંબને સહાયતા. |
| - |
સામૂહિક ઉપાસના, સાધના, આરાધના. |
| - |
જાહેર જીવનમાં સામૂહિક ૧૧, ૨૪, ૫૧, ૧૦૮ કુંડીય ગાયત્રી મહાયજ્ઞો. |
| - |
ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારો જન્માષ્ટમી, રામનવમી, ગાંધી જયંતિ વિશ્વકલ્યાણદિન વગેરે ઉત્સવોની
ઉજવણી. |
| |
|
▪સામાજિક પ્રવૃત્તિઓ |
| - |
સીવણ ક્લાસનું સંચાલન. |
| - |
૩ થી ૫ વર્ષના નાના બાળકોને માટે પ્લેહાઉસ, બાળસંસ્કાર સિંચન કેન્દ્ર. |
| - |
જાહેર આરોગ્ય તથા સુખાકારી માટે કોઈપણ જાતનાં ભેદભાવ વગર મફત દવાખાનું. |
| - |
સફાઈ વિભાગમાં આંગણ સફાઈ, ગ્રામ સફાઈ, જાહેર સફાઈ વગેરે. |
| - |
૨૪૦૦૦ વૃક્ષોનું વાવેતર, જતન તથા તેના વૃધ્ધિ વિકાસની પ્રવૃત્તિ. |
| - |
શ્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ અંતર્ગત ૧૫ મહિલા મંડળનું સંચાલન. |
| - |
આદર્શ સમૂહ લગ્નના આયોજનો. |
| - |
'બોલતી દિવાલો' પ્રોજેક્ટ હેઠળ સુવાક્ય લેખન તથા સંચાલન. |
| - |
અતિ ગરીબ વિદ્યાર્થીઓને મફત ચોપડી, નોટબુક આપવાનું આયોજન અને જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય, પાઠ્ય પુસ્તકો, ચોપડા તથા નોટ્બુકનું રાહત દરે વેચાણ. |
| - |
અપંગ, અંધ, નિરાધાર, અસહાય, જરૂરીયાતમંદ કુટુંબોને સહાય. |
| - |
યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ વિભાગમાં તજજ્ઞો દ્વારા શિબિર તથા સામૂહિક કાર્યક્ર્મો. |
| - |
વ્યસન મુક્તિ વિભાગમાં પ્રસંગોપાત વ્યાખ્યાનોનાં કાર્યક્ર્મ ઉપરાંત વ્યસન મુક્તિના હોર્ડિંગ્સ, બેનરો, સ્ટીકરો તથા પત્રિકાઓનું બહોળી સંખ્યામાં વિના મૂલ્યે વિતરણ. |
| - |
સ્વાસ્થ્ય, તંદુરસ્તી તથા આરોગ્યની સંભાળ માટે "આપણું ભોજન" વિભાગમાં શિબિરોનું આયોજન,
રોગ મૂક્તિ અભિયાન, ૧ થી ૬ પ્રેરણ પત્રિકાનું વિના મૂલ્યે વિતરણ. |
| - |
જ્ઞાનયજ્ઞ પ્રચાર, યુવા ચેતના કેન્દ્ર, યુવાશક્તિને અનુરોધની માહિતી માટે પત્રિકા પ્રચાર પ્રવૃત્તિયજ્ઞનું
સંચાલન. |
| - |
"મને બચાવો" શિર્ષક હેઠળ બેટી બચોવો, ભ્રુણહત્યા નાબૂદી, ગર્ભપાત નાબૂદી અભિયાન માટે પત્રિકા,
સ્ટીકર વિતરણ. |
| - |
યુવાનોને આધ્યાત્મિકતા, બૌદ્ધિક્તા, સામાજિકતા, તંદુરસ્તી અને સદબુદ્ધિ મળે તેવી શિબિરોનું આયોજન ઉપરાંત પ્રવચન, વિચારક્રાંતિ અભિયાન, યુવાનોમાં ચારિત્ર્ય શક્તિ, ઉત્સાહ, ધગશ, ઉમંગ, વિનય, નમ્રતા, હિંમત, સાહસ, શૌર્ય, સંયમ અને સેવા કરવાનું રચનાત્મક અભિયાનનું યુવા ચેતના કેન્દ્ર દ્વારા વ્યવસ્થિત સંચાલન. |
| - |
"આપણું આદર્શ ગામ" વિભાગ હેઠ્ળ તા. ૧/૬/૨૦૦૮ થી ગામ પાટીદળ (તા. ગોંડલ, જિ. રાજકોટ) ને "આપણું આદર્શ ગામ" માં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ. |
| - |
ગામ પાટીદળમાં ૧૦૦ કલાક જે.સી.બી. ચલાવી સ્વચ્છતા અભિયાન. |
| - |
હરિયાળી ક્રાંતિ અનુસંધાને પાટીદળમાં ૪૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર. |
| - |
તા. ૨૮/૦૬/૨૦૦૮ થી પાટીદળ ગામમાં ત્યાગનો, વૈરાગ્યનો, ભાઈચારા-એકતાનો, સૂર્યનો ઉગતો રંગ એવો એક જ "ભગવો રંગ" કરવાનું અભિયાન. |