ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણસંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.
મંત્રના ત્રીજા ભાગમાં સદ્બુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુધ્ધિને સન્માર્ગે પ્રેરિત કરી દો. કેમકે આ ભગાનની એવી એક મહાન કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્તિ થાય છે.
ગાયત્રી માતાની શિક્ષા છે કે બુધ્ધિને સાત્વિક બનાવો, આદર્શોને ઉંચા રાખો, ઉચ્ચ દાર્શનિક વિચારધારામાં રમણ કરો અને તુચ્છ તૃષ્ણાઓ તેમજ વાસનાઓ માટે આપણને નચાવનાર કુબુધ્ધિને ભૂલોકમાંથી બહિષ્કૃત કરી દો. |