ઉપરોક્ત છબી દાદાગુરૂશ્રી સર્વેશ્વરનંદજીની છે. પૂજય ગુરૂદેવ શ્રી રામશર્મા સાથે તેમનું પ્રથમ મિલન વસંત પંચમી, ૧૯૨૬ ના શુભદિને થયું હતું અને તત્પશ્ચાત્ સર્વેશ્વરનંદજીના આશ્રિત બની આધ્યાત્મિકતા સાથે સંલગ્નિત થયાં.
પૂજય આચાર્ય શ્રી રામશર્મા
પૂજય માતા શ્રી ભગવતીદેવી શર્મા
(૧૯૧૧-૧૯૯૦)
(૧૯૨૬-૧૯૯૪)
યુગદ્રષ્ટા, પરમપૂજય, પિતા શ્રેષ્ઠ, પંડિત શ્રી રામશર્મા આચાર્યનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૧૧ આંવલખેડા- આગ્રામાં થયો હતો. તેઓએ માત્ર ૧૫ વર્ષની ઊંમરથી તેમનાં ગુરૂની નીચે તપસ્યા અને સાધનાની શરૂઆત કરી. યુવાવસ્થામાં એમણે સ્વતંત્રતા સંપ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં ગાંધીજી સાથે સમયદાન કર્યુ. ત્યારબાદ એમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના કરી જેની શાખાઓ સમસ્ત વિશ્વમાં આજે વિસ્તૃતિ પામી છે.
શક્તિ સ્વરૂપા, પરમ વંદનીય, માતાશ્રી ભગવતીદેવી શર્માનો જન્મ સપ્ટેમ્બર, ૧૯૨૬માં પુરોહીત પરિવારમાં થયો હતો. ગુરૂદેવના મહાસમાધિ પામ્યા પછી ગાયત્રી પરિવારની સંપૂર્ણ દેખરેખનું બીડું એમણે જડપ્યું અને આયુષ્યનાં અંતિમ ચરણ સુધી ગાયત્રી પરિવારની સમસ્ત શાખાઓનું પાલન-પોષણ કર્યું. આમ ગાયાત્રી પરિવાર, ગોંડલનાં સમાહર્તા, સમાર્જન એવં સવંર્ધનકર્તાનું તેમનું બિરુદ સાર્થક કર્યું.