|
બદલાવ એ કુદરતનો સનાતન નિયમ છે અને આ સુવર્ણયુગે અપૂર્વ બદલાવની ઘટનાઓ માનવ સમાજ સામે મુકી છે. અનેકવિધ ક્ષેત્રે ક્રાંતિઓ આવ્યા પછી હવે સમય છે સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિ લાવવાનો, જે ગાયત્રી પરિવારનું મૂળ ધ્યેય છે. તે અંતર્ગત સારું શિક્ષણ, કેળવંણી અને મનોરંજન ખુબજ મહત્વના છે, જેથી પરિણામ રૂપે એ સમસ્તપણે સમાજનું નવનિર્માણ કરવામાં મદદરૂપ થઇ શકે. |