|
ગાયત્રી પરિવાર, ગોંડલ માં આપનું હાર્દિક સ્વાગત છે જેમાં દુનિયાનાં ૭૦,૦૦૦,૦૦૦ થી અધિક સભ્યો જુદા જુદા વિભાગોમાં કાર્યરત છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનો મૂળ હેતુ 'યુગ નિર્માણ યોજના' દ્વારા માનવ કલ્યાણનો છે. આ યોજનામાં અવિરત અને અગણિત પ્રવૃત્તિઓ ધર્મ, જાતિ કે લિંગનાં ભેદભાવ વગર આચરવામાં આવે છે. આવી અનેકવિધ ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
ગાયત્રી પરિવાર, ગોંડલનું સંચાલન યુગદ્રષ્ટા વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રી રામ શર્મા અને વંદનીય માતા શ્રી ભગવતીદેવી શર્મા સ્થાપિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વારનાં નેજા હેઠળ શ્રી ચંદુભાઈ જેરામભાઈ પટેલ (ચંદુબાપા) કરી રહયા છે. મનુષ્યમાં ઈશ્વરને જોનાર અને સેવા અર્પણ કરવા ઈચ્છનાર દરેક વ્યક્તિ ગાયત્રી પરિવાર સાથે જોડાઈ શકે છે. |